2020ને વધાવવા માટે દુનિયાભરના અનેક લોકોએ જાતજાતની રીતો અપનાવી હતી દરેક વ્યક્તિ દિલથી નવા વર્ષને આવકારવા માટે શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યો છે તેવામાં દિલ્હીની સરકારી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ તેમની ટીચર્સ સાથે મળીને ભારતની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરે તેવા અંદાજમાં આપેલી નવા વર્ષની શુભેચ્છાઓનો વીડિયો વાઈરલ થયો છે દિલ્હીમાં આવેલી સર્વોદય કન્યા વિદ્યાલયની સ્ટૂડેન્ટ્સે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેમણે દેશની અલગ અલગ ભાષાઓમાં ભારતીયોને નવા વર્ષની વિશિઝ આપી હતી સરસ મજાના પ્રાંતિય લહેકા અને રણકાર સાથે તેઓએ જે રીતેહિન્દી, આસામીઝ, બાંગ્લા, નેપાળી, ગુજરાતી, પંજાબી, તેલુગુ, તમિલ, સંસ્કૃત અને કાશ્મીરી સહિત અનેક ભારતીય ભાષાઓ બોલી હતી તે હટકે અંદાજ પણ યૂઝર્સને ખૂબ પસંદ આવ્યો હતો ભારતની વિવિધતામાં એકતાવાળી સંસ્કૃતિને દુનિયા સમક્ષ મૂકવા માટે કદાચ આના કરતાં વધુ સારો કોઈ અંદાજ હોય જ ના શકે