કેપ્સૂલ લિફ્ટ નીચે પટકાતા પાથ ઇન્ડિયાના માલિક પુનીત અગ્રવાલ સહિત 6નાં મોત

2020-01-01 41,535

મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં ત્યારે લિફ્ટ 70 ફુટની ઉંચાઇ પરથી અચાનક પલટી હતી અને બધા નીચે પટકાયા હતા મંગળવાર સાંજે 5:30 કલાકે થયેલી આ દુર્ઘટનામાં 53 વર્ષના ઉદ્યોગપતિ પુનીત, તેમની 27 વર્ષની પુત્રી પલક, 28 વર્ષના જમાઇ પલકેશ અગ્રવાલ, 3 વર્ષનો પૌત્ર નવ, મુંબઇથી આવેલ પલકેશના 40 વર્ષના બનેવી ગૌરવ અને 11 વર્ષનો પુત્ર આર્યવીરના મોત થયા હતા ગૌરવની પત્ની નિધિની હાલત ગંભીર છે પુનીત અગ્રવાલની પત્ની દુર્ઘટના સમયે નીચે અને પુત્ર નિપુન ટાવર પર હતા, બંનેની નજર સામે આ દુર્ઘટના ઘટી હતી પુત્રવધૂ સાક્ષી ગર્ભવતી હોવીથી ઘરે જ હતી

Videos similaires