મોડાસાના માલપુરમાં સવારે રોડ પર જતી કોલેજીયન યુવતીનું અપહરણ

2019-12-31 6,491

મોડાસા: માલપુરમાં આજે સવારે કોલેજમાં જતી યુવતીનું સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ અપહરણ કર્યું હતું અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી તેની બહેનપણીએ યુવતીને અપહરણકારોની ચૂંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહી હતી બંને અપહરણકારોએ યુવતીનું અપહરણ કરીને મોડાસાથી બેરુંડા રોડ તરફ નાસી છૂટ્યા હતા જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીવાડ ચોકડીથી અપહૃત યુવતીને છોડાવી દીધી હતી અને બંને અપહરણકારોને અટકાયત કરીને આ મામલે વધારે તપાસ હાથ ધરી હતી

Videos similaires