વડોદરાના અનગઢમાં રિક્ષા અને બાઇકને ટક્કર મારીને કાર ઘરમાં ઘુસી

2019-12-31 1,255

વડોદરાઃ અનગઢ ગામમાં કાર શીખતી વખતે યુવાને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર એક મકાનમાં ઘુસી ગઇ હતી જેને પગલે મકાનમાં નુકસાન થયું હતું ઘરની બહાર પડેલા રીક્ષા અને બાઇકને નુકસાન પહોંચ્યું હતું વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં મુકેશભાઇ ઉર્ફે ભગાભાઈ ગોહિલ ટાયર પંચરની દુકાન ચલાવે છે સોમવારે સાંજે એક ભાઇ પોતાની ઇક્કો કાર લઇને તેમની દુકાનમાં હવા ભરાવવા માટે આવ્યા હતા ત્યારે દુકાનના માલિક મુકેશભાઇ ગોહિલ શીખવા માટે કારમાં બેસી ગયા હતા અને મુકેશભાઇએ કાર ચાલુ કરીને ચલાવીને થોડા આગળ ગયા ત્યારે કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રિક્ષા અને બાઇકને ટક્કર માર્યા બાદ મંગળભાઇ ચતુરભાઇ ગોહિલના મકાનની દીવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઇ હતી જેથી મકાનમાં મોટાપાયે નુકસાન થયું હતું અકસ્માત થતાં જ મુકેશભાઇ ગોહિલ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો મકાનના માલિકે નંદેસરી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires