જનરલ બિપિન રાવત બુધવારે (1 જાન્યુઆરીએ) દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે શપથ લેશે તેઓ આજે સેના પ્રમુખ પદથી નિવૃત્ત થઈ રહ્યા છે તેમણે સવારે નેશનલ વોર મેમોરિયલ જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી લેફ્ટિનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે આજે 28માં સેના પ્રમુખ તરીકેનો પદ ભાર સંભાળી લીધો છે જનરલ રાવતે સેના પ્રમુખ તરીકે છેલ્લીવાર પરેડની સલામી લીધી હતી