થથર્યું દિલ્હી, 450 ફ્લાઈટ લેટ, 21 ડાઈવર્ટ, 40 કેન્સલ, જમ્મુમાં તાપમાન 4 ડિગ્રી

2019-12-31 803

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે પહાડી વિસ્તારથી લઈને મેદાન વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે દિલ્હીમાં મંગળવારે ન્યૂનતમ પારો 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો છે જે મહત્તમ 13 ડિગ્રી સુધી જઈ શકે છે ખરાબ હવામાનની અસર ફલાઈટ અને ટ્રેન પર પડી છે અત્યાર સુધી 40 ફ્લાઈટ રદ કરવી પડી છે જ્યારે 21 ડાઈવર્ટ કરવામાં આવી છે જ્યારે 450 ફ્લાઈટ ડિલે છે દિલ્હીથી 34 ટ્રેન પણ લેટ ચાલી રહી છે