સુરતઃ31 મી ડિસેમ્બરના રોજ લોકો અઠવાગેટથી ડુમસ લંગર સુધીના રોડ પર પરિવાર સાથે ફરવા નીકળે છે તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છેજાહેર જનતાના હિત માટે અને ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તે માટે પોલીસ કમિશનરે જાહેર નામુ બહાર પાડીને ડુમસ રોડ પર કેટલાક સ્થળે 31 ડિસેમ્બર તારીખે સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધી અને એક જાન્યુઆરીએ રાત્રે 12 થી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં અઠવા ગેટથી ડુમસ તરફ વાહનો જઈ શકશે પરંતુ ડુમસથી અઠવા ગેટ તરફ આવતા વાહનો વાય જંક્શનથી સુધી આવી શકશે વાય જંક્શનથી અઠવા ગેટ તરફ આવી શકશે નહીં