અમરેલીઃદિવથી પાર્ટી મનાવીને આવતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે રાજુલાના હિંડોરણા ચોકડી પાસેના ચારનાળા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, તે દરમિયાન પોલીસે આરોપીઓને નશામાં પકડી પાડ્યાં હતા 26થી વધુ નશાખોરો દિવથી પાર્ટી કરીને આવતા હતા ત્યારે રાજુલા પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યાં હતા જેમાંના મોટા ભાગના શખ્સો અમદાવાદ અને વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે