ઈસરોની કમિટી મીટિંગમાં ડાયરેક્ટરે વાંસળી વગાડી, યૂઝર્સે આવી બેઠકના વખાણ કર્યા

2019-12-30 65

છેલ્લા કેટલાક વર્ષોથી ઈસરોએ અનેક સફળતાઓ મેળવી છે ભારતનું નામ દુનિયાભરમાં જાણીતું કરવાનો શ્રેય પણ આપણા વૈજ્ઞાનિકોની ટીમને જાય છે તાજેતરમાં જ એકએવો નજારો જોવા મળ્યો હતો જે જોઈને દરેકને એ વાતનું ગર્વ થયું હતું કે આપણા વૈજ્ઞાનિકો જેટલા સાયન્સમાં માહેર છે તેટલા જકળામાં પણ નિપુણ છે વાત જાણે એમ હતીકે ઈસરોની આ વર્ષના અંતે મળેલી બેઠકનું સમાપન પણ વાંસળીવાદન દ્વારા કરવામાં આવ્યું હતું વાંસળીના સૂર છેડનાર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ યૂઆર રાવસેટેલાઈટ સેન્ટર યૂઆરએસસીના ડાયરેક્ટર પી કુન્હીકૃષ્ણન પોતે હતા ઈસરોની આ કમિટી મીટિંગમાં ઈસરો પ્રમુખ કેસિવન પણ હાજર હતા આ અનોખા નજારાનો વીડિયોરાજ્યસભાના સાંસદ જયરામ રમેશે શેર કર્યો હતો જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતો અનેક યૂઝર્સે આવા અનોખા સંગીતમય અંદાજવાળી બેઠકના વખાણ કરતાં
કહ્યું હતું કે સરકારી મીટિંગમાં આ પ્રકારનો અભિગમ જોઈને દિલને પણ સુકૂન મળે છે તમને જણાવી દઈએ કે યૂઆરએસસીના ડાયરેક્ટર પી કુન્હીકૃષ્ણન પોતે સારાવાંસળીવાદક છે આ બેઠકમાં તેમણે સદાબહાર વાતાપી ગણપતિમ ભજેહમની રજૂઆત કરી હતી

Videos similaires