મધ્ય પ્રદેશના સિવની પાસે આવેલા પેંચ નેશનલ પાર્કમાં સફારી રાઈડની મજા માણી રહેલા પર્યટકોની સામે જ બે વાઘે હરણનો શિકાર કરવા માટે દોટ મૂકતાં જ તેમના જીવતાળવે ચોંટી ગયા હતા હરણનો શિકાર કરવા માટે બે વાઘ વચ્ચે જાણે કે રેસ લાગી હોય તેવો નજારો સર્જાયો હતો કેટલાક પ્રવાસીઓએ શિકારની ઘટના કેમેરામાં કેદ કરી હતીજે જોતજોતામાં જ વાઈરલ થવા લાગી હતી મળતી માહિતી પ્રમાણે આ વાઘના ટોળાને લંગડી ટાઈગ્રેસ ફેમિલીના નામે ઓળખવામાં આવે છે ભારે જહેમત બાદ આ બંને વાઘેપણ હરણનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી