રાજકોટ:દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડી ન શકતા રદ કરવામાં આવી છે આથી રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઇને બેઠા મુસાફરો રઝળી પડ્યા હતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે, વિદેશ જવાવાળા મુસાફરોની કનેક્ટીંગ ફ્લાઇટ જતી રહેશે તો જવાબદારી કોની? રાજકોટ એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાયા હતા બાદમાં પોતાના લગેજ સાથે નિરાશ થઇને મુસાફરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળ્યા હતા મુસાફરોએ તંત્ર પર આક્રોશ ઠાલવ્યો અને યોગ્ય વ્યવસ્થા ન કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો ફ્લાઇટ રદ થતા કનેક્ટીંગ ફ્લાઇટ પણ ચૂકાઇ જશે