કોડીનાર:કોડીનાર નજીક જંત્રાખડી ગામે બે બાળાઓ પર હુમલો કરનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે ગઇકાલે દિવસે જંત્રાખડી ગામના નોંઘણભાઇ નામના ખેતમજૂરી કરતા પરિવારની બે માસુમ બાળાઓ વાડીએ રમી રહી હતી અને દીપડાએ હુમલો કર્યો હતો 6 વર્ષની નાની બહેન પર દીપડાએ હુમલો કરતા 8 વર્ષની મોટી બહેને બૂમાબૂમ કરી મુકતા દીપડો પલાયન થઇ ગયો હતો જો કે હુમલા બાદ ગણતરીની કલાકોમાં જ વન વિભાગે પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુર્યો છે