ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

2019-12-29 1,984

રવિવારની સવારે દિલ્હીમાં 3 ડિગ્રી, જયપુરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે દિલ્હીમાં 100 વર્ષ બાદ ડિસેમ્બર સૌથી ઠંડો મહિનો છે તો લેહમાં તાપમાન ઘટવાના કારણે સિંધુ નદી જામી ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 1 અને 2 જાન્યુઆરીના રોજ બરફવર્ષા થશે, જેનાથી ઠંડી વધશે સાથેજ રાજ્યમાં પડેલી ઠંડીની વાત કરીએ તો ડીસા 7 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું તો ભૂજ અને રાજકોટમાં 10 ડિગ્રી, સુરત, કેશોદ અને વડોદરામાં 11 ડિગ્રી અને અમદાવાદ, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ બે દિવસ કોલ્ડવેવનું જોર યથાવત રહેવાની શક્યતા છે