તમિલનાડૂના 23 વર્ષીય આર્કિટેક્ટ તેના ત્રણ પૈડાંવાળા ટેમ્પોને હાલતુંચાલતું ઘર બનાવીને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે આવો હટકે પ્રયોગ કરીને ફેમસ થનાર એનજીઅરુણ પ્રભુ નામનો આ યુવક નામક્કલ જિલ્લામાં રહે છે ટેમ્પોને મોબાઈલ હોમમાં બદલવામાં સફળતા મળતાં જ હવે તે જ્યાં પણ જાય છે ત્યાં આ ઘરને લઈને જ જાય છે પ્રભુનું આ ઘર નાનું જરૂર છે પણ તેમાં એ દરેક સુવિધાઓ છે જે સામાન્ય વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરે મોડ્યૂલર કિચન, બાથરૂમ અને બેડરૂમથી સજ્જ આ હોમએક આરામદાયક અનુભવ પણ આપે છે મોબાઈલ હોમ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી તેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ચેન્નાઈમાં અભ્યાસ કરતાં સમયે ઝૂંપડપટ્ટીમાંવસવાટ કરતા લોકોને જોઈને તેને આવા ઘરનો આઈડિયા આવ્યો હતો જો આવું મોબાઈલ ઘર તે લોકો સુધી પહોંચે તો ચોક્કસ તેઓ ઝૂંપડપટ્ટીની ગંદકીમાંથી પણ છૂટકારોમેળવી શકે તમને જણાવી દઈએ કે ચેન્નાઈમાં અનેક લોકો એવા પણ છે જેઓ સામાન્ય રિક્ષામાં જ રાત ગુજારીને દિવસે કામધંધો કરે છે અરૂણે તેની આ શોધને પેટન્ટ કરાવવામાટે પણ અરજી આપી દીધી છે