અકસ્માતની તપાસ ચાલતી હતી ત્યાં બેકાબૂ લૉરી ધસી આવી, ગાડીઓનો કચ્ચરઘાણ કેમેરામાં કેદ

2019-12-29 135

અમેરિકાના ટેક્સાસમાં લો વિઝિબિલિટિના કારણે એક બાદ એક એમ 18 વાહનો અથડાતાં અકસ્માતની હારમાળા સર્જાઈ હતી આ ઘટનાની તપાસ કરવા માટે સ્થાનિક ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં અન્ય અકસ્માત સર્જાયો હતો અકસ્માતનું કવરેજ કરવા ત્યાં હાજર લોકલ ન્યૂઝ ચેનલની ટીમના કેમેરામાં આખો શોકિંગ ઘટનાક્રમ કેદ થઈ ગયો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે જ્યારે કેટલાક લોકો આ અકસ્માતની તપાસ કરી રહ્યા છે ત્યાં જ તેમની તરફ પૂરપાટ ઝડપે એક માલવાહક ટ્રક ધસી આવતો દેખાય છે સામે જ બેકાબૂ ટ્રકને જોઈને લોકો પણ ભાગવા લાગે છે જો કે, ત્યાં પડેલા વાહનો આ ટ્રકની હડફેટમાં આવી જતાં તેમનો કચ્ચરઘાણ વળી ગયો હતો કેમેરાની સામે જ આ ટ્રક પલટી મારી ગઈ હતી આ અકસ્માતના પગલે પલટી ખાઈ ગયેલ ટ્રકમાં તેનો ચાલક પણ કલાકો સુધી અંદર ફસાયેલો રહ્યો હતો મળતી વિગતો પ્રમાણે આ શોકિંગ અકસ્માતના કારણે કોઈને ગંભીર ઈજાઓ થઈ નહોતી

Videos similaires