પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું, સેના પ્રમુખનું સરકારને સમર્થન આપવું શરમજનક

2019-12-28 1,675

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સામેલ થવા અંગે સેના પ્રમુખ બિપિન રાવતના નિવેદન પર પ્રહાર કર્યા હતા શનિવારે તેમણે તિરુવનંતપુરમના કાર્યક્રમમાં કહ્યું કે, સેના પ્રમુખનું સરકારને સમર્થન આપવું શરમજનક વાત છે જેમ અમે સેનાએ કેવી રીતે યુદ્ધ લડવું તે વિશે નથી કહી શકતા તે રીતે નેતાઓએ શું કરવું તે શીખવવાનું કામ સેનાનું નથી હું જનરલ બિપિન રાવતને અપીલ કરુ છું કે, તમે સેનાની આગેવાની કરો છો તો તમારા કામથી જ મતલબ રાખો

હકીકતમાં સેના પ્રમુખે ગુરુવારે કહ્યું હતું કે, આજકાલ યુનિવર્સિટી અને કોલેજોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની રહી છે તેમાં વિદ્યાર્થીઓની લીડરશિપનો મોકો મળતો હોય છે લીડરશિપ વિકસાવવી એક મુશ્કેલ પ્રક્રિયા છે લીડર એ નથી હોતા જે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જનરલ રાવતના આ નિવેદન પછી હોબાળો શરૂ થઈ ગયો છે અમૂક પૂર્વ સૈન્ય અધિકારી અને રાજકીય નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે

Videos similaires