ઉત્તર પ્રદેશના આગ્રામાં હિંસા કરીને સંતાયેલા આરોપીને પકડવા માટે પોલીસકર્મીએ જે વેશપલટો કર્યો હતો તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો આરોપીને સફળતાપૂર્વક પકડીને જ્યારે આ ઓપરેશન વિશેની માહિતી સામે આવી હતી ત્યારે પોલીસકર્મી કેળા વેચનારનો વેશ કાઢીને જ્યાં જ્યાં ફર્યા હતા ત્યાંના સીસીટીવી પણ વાઈરલ થવા લાગ્યા હતા
આગ્રા પોલીસને બાતમી મળી હતી કે નાગરિકતા કાયદાના વિરોધ સમયે થયેલી હિંસામાં આગળ પડતી ભૂમિકા ભજવનાર આરોપી ફિરોઝાબાદથી ભાગીને અહીં આશરો લઈ રહ્યો છે અતિસંવેદનશીલ એવા વિસ્તારમાં છૂપાયેલા આરોપીના સગડ મેળવવાની જવાબદારી સંજીવ તોમર નામના પોલીસકર્મીના ભાગે આવતાં જ તેઓ કામે લાગ્યા હતા તેમને કોઈ ઓળખી ના જાય તે માટે સંજીવ તોમરે મૂછો પણ નીકાળી દીધી હતી સાથે જ કેળા વેચનાર વ્યક્તિના જેવો જ વેશ કાઢ્યો હતો સતત એ વિસ્તારમાં હાથલારી લઈને ફરતાં ફરતાં તેમણે 6 ડઝન કેળાં પણ વેચ્યાં હતાં પોલીસને મળેલી બાતમી સાચી હોવાની ખાતરી થતાં જ સંબંધીના ઘરે સંતાયેલા આરોપીને દબોચી લીધો હતો સંજીવ તોમરની આવી કાબેલિયતનાં વખાણ ઉપરી અધિકારીઓ પણ કર્યાં હતાં