શિહોરી:પાટણ તરફથી શુક્રવારે વહેલી સવારે આવી રહેલ ઇકો ગાડી શિહોરી તરફ જઇ રહી હતી ત્યારે સરસ્વતી તાલુકાના વાયડ ગામની સીમ નજીક અચાનક ઇકો ગાડીમાંથી ધુમાડા નીકળતા ગાડીનો ડ્રાયવર સમયસૂચકતા વાપરી નીકળી ગયો અને ચમત્કારિક બચાવ થયો હતો આ ઇકો ગાડી ખાનગી પેસેન્જરમાં ચાલતી હોવાનું લોકો ચર્ચા કરતા હતા પરંતુ ગાડી સળગી ત્યારે કોઇ પેસેન્જર હતા નહી અને ગાડી ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી આગમાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી