હેલ્થ કંપનીના સીઈઓને સ્ટેજ પર જ હાર્ટ અટૅક આવ્યો, નિરોગી જીવન વિશે સ્પીચ આપતા હતા

2019-12-27 98

ચીનમાં આવેલા ગૂઆંગડોંગ પ્રાંતમાં આવેલી હેલ્થ કંપનીના સીઈઓ સાથે થયેલી જીવનની ક્ષણભંગુરતા દર્શાવતી કરૂણાંતિકા કેમેરામાં કેદ થતાં જ અનેક યૂઝર્સ આ જોઈને હચમચી ગયા હતા ચેન પેઈ વેન નામના સીઈઓ ત્યાં હાજર લોકોને હેલ્થી લિવિંગ પર સ્પીચ આપી રહ્યા હતા ત્યાં જ અચાનક જ તેમને હાર્ટ અટેક આવ્યો હતો હૃદય હુમલાના કારણે તેઓ પોડિયમનો સપોર્ટ લેવા જાય ત્યાં જ ફસડાઈ પડે છે આસપાસ રહેલા લોકો પણ તેમની પાસે જઈને કોઈ મદદ કરે તે પહેલાં જ તેમનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું ત્યા હાજર સ્ટાફ પણ આ કરૂણ ઘટના જોઈને હચમચી ગયો હતો 19 નવેમ્બરના રોજ થયેલી આ શોકિંગ ઘટનાનો વીડિયો સામે આવતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો આ મુદ્દે યૂઝર્સે પણ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી હતી કેટલાકે માર્કેટમાં મળી રહેલી હેલ્થ રિલેટેડ પ્રોડક્ટની ગુણવત્તા પર સવાલો કર્યા હતા તો કોઈએ મૃતક સીઈઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
મળતી વિગતો પ્રમાણે તેમની આ સ્પીચ પૂરી થયા બાદ તેઓ હાર્ટ સ્પેશ્યાલિસ્ટને પણ મળવા જવાના હતા અન્ય સહકર્મીએ જણાવ્યું હતું કે વીસ વર્ષ અગાઉ તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી તેના ચેકઅપ માટે જ આ એપોઈન્ટમેન્ટ લીધી હતી

Videos similaires