સુરતઃ શહેરમાં પોલીસ કમિશનરના રાત્રે બર્થ ડે સેલિબ્રેશનના પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરતો વીડિયો વાઈરલ થયો છે અગાઉ શહેરનાં પોશ વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરી બર્થ ડે સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ હવે કોટ વિસ્તાર સોની ફળિયાનો વીડિયો વાઈરલ થયો છે સોની ફળિયામાં બર્થ ડે સેલિબ્રેશનના નામે મધરાત્રે રસ્તા પર કેક કાપી અને ફટાકડા ફોડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે