યુપીમાં જુમ્માને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

2019-12-27 2,995

નાગરિકતા સંશોધન એક્ટ વિરોધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, જેમાં શુક્રવારે પણ યુપીમાં દેખાવોને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થાને વધારવામાં આવી છે અને ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયા છે યુપીમાં જુમ્માને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડર પુરી રીતે કંટ્રોલમાં છે, સતત દરેક પરિસ્થિતિ પર નજર રાખી રાખવામાં આવી રહી છે અત્યાર સુધી કુલ 21 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે હિસક દેખાવોના કારણે લખનઉ, મેરઠ સહિત મોટાભાગના શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી છે ગત શુક્રવારે થયેલી હિસા બાદ 372 કરતા વધારે લોકોને નોટિસ ફટકારવામાં આવી છે જે લોકો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં સામેલ હતા તેવા અનેક તોફાની તત્વોના ફોટાવાળા પોસ્ટર શહેરભરમાં લગાવી દેવામાં આવ્યા છે અનેક અસામાજીત તત્વોની ધરપકડ પણ કરાઈ છે



દિલ્હી પોલીસના PROના જણાવ્યા પ્રમાણે, જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખતા પોલીસ બધી રીતે તૈયાર છે ઘણા વિસ્તારોમાં સ્પેશ્યલ ફોર્સ તહેનાત કરી દેવાઈ છે પોલીસ સોશ્યલ મીડિયા પર પણ બાજ નજર રાખી રહી છે

Videos similaires