માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂંઠવાયાં

2019-12-27 3,985

અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પવનની બદલાયેલા દિશાના કારણે ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ રાતમાં તાપમાન 4 ડિગ્રી ઘટી જતા અનેક જગ્યાએ બરફ જામ્યો હતો જ્યારે અમદાવાદમાં ગુરુવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા લોકોએ દિવસ દરમિયાન ગરમ કપડા પહેરવા પડ્યા હતા આજે સવારથી પણ ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂંઠવાયા છે હવામાન વિભાગ મુજબ હજી આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે