વડોદરા પાણી ભરેલા ખાડામાં પડી જતા શ્રમજીવી પરિવારના બાળકનું મોત

2019-12-27 232

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ પાસે નૂર્મના મકાનોની સાઇટ પર પાણી ભરેલા ખાડામાં પડી જતા શ્રમજીવી પરિવારના બાળકનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહની બાજુમાં નૂર્મના મકાનોની સાઇટની બાજુમાં જ ઝૂંપડુ બાંધીને શ્રમજીવી પરિવાર રહે છે જોકે છેલ્લા કેટલાક સમયથી નૂર્મની સાઇટ બંધ પડી છે જે સ્થળ પર નૂર્મના મકાનો બની રહ્યા હતા તે પ્લોટ સ્કૂલ માટે રિઝર્વ હોવાથી સ્થાનિક લોકો હાઇકોર્ટમાં ગયા હતા અને લોકોએ સ્ટે લાવતા સાઈટ બંધ પડી છે સાઈટ બંધ થયા બાદ કોન્ટ્રાક્ટર સાઇટ છોડીને જતો રહ્યો હતો જે-તે સમયે કામ ચાલતું હતું ત્યારે તળાવ જેવો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે આ ખાડા પાસે ગુરૂવારે સાંજે રાહીલ પલાસ નામનો 10 વર્ષનો બાળક રમતો હતો અને રમતા રમતા ખાડામાં પડી ગયો હતો રાહીલ સાથે રમતા બાળકોએ આ અંગે રાહીલના માતા-પિતાને જાણ કરી હતી ત્યારબાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોકે,રાહીલને બચાવી શકાયો ન હતો બાપોદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires