ભરૂચમાં ખાડાના કીચડમાં ફસાયેલી ગાયને જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી

2019-12-26 106

ભરૂચ:ભરૂચના ભારતીનગર રો હાઉસમાં કીચડના ઊંડા ખાડામાં ગાય ફસાઇ ગઇ હતી જીવદયા પ્રેમીઓએ ગાયનું રેસ્ક્યૂ કરીને સલામત બહાર કાઢી હતી
10 મીનીટમાં કીચડમાં ફસાયેલી ગાયને બહાર કાઢી
ભરૂચના જેબીમોદી પાર્ક નજીક આવેલા ભારતીનગર રો હાઉસમાં ફરતી એક ગાય કીચડમાંથી પસાર થઇ રહી હતી, તે સમયે ગાય ફસાઈ ગઈ હતી આ અંગે સ્થાનિક રહીશોએ ગાયને કીચડમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતા આખરે જીવદયા પ્રેમીઓ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના લાઈફ વોર્ડન આશિષ શર્મા, અનિલ મહેતા, નિલેશભાઈ અને હિરેનભાઈને જાણ કરી હતી માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સ્થળ ઉપર પોહોંચીને 10 મીનીટમાં કીચડમાં ફસાયેલી ગાયને સહી સલામત બહાર કાઢીને જીવ બચાવી લેતા સ્થાનિક રહીશોએ ખુબ આભાર માન્યો હતો

(અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ)

Videos similaires