રાજકોટમાં જાહેરમાં વૃદ્ધ પર હુમલો કરી મોબાઇલની લૂંટનો પ્રયાસ

2019-12-26 690

રાજકોટ: શહેરના અશોક ગાર્ડન પાસે વૃદ્ધ પર એક અજાણ્યા શખ્સે હુમલો કરી તેની પાસે રહેલા મોબાઇલની લૂંટનો પ્રયાસ કર્યો હતો વૃદ્ધ લોહીલૂહાણ થઇ ગયા હતા છતાં તે શખ્સને પોતાનો મોબાઇલ આપ્યો નહોતો આ ઘટના જાહેરમાં બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને આરોપીને દબોચી પોલીસને જાણ કરી હતી માલવીયાનગર પોલીસની પીસીઆર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

Videos similaires