અનિરૂદ્ધસિંહ મકવાણા, અમદાવાદ: 6 મહિના પહેલા જ કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્ક તૂટતા ત્રણના મોત થયા હતા આ ઘટના હજુ ભુલી શકાઈ નથી, ત્યાં કાંકરિયા કાર્નિવલની બાળનગરીમાં બાળકોના જીવ પર વધુ એક જોખમ તોળાઈ રહ્યું છે 25 ડિસેમ્બરે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલમાં કાંકરિયા વ્યાયામ શાળા પાસે બાળકો માટે બાળનગરી બનાવવામાં આવી છે આ બાળનગરીમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા બાળકો માટે ઉભી કરવામાં આવેલી અલગ અલગ રાઇડ્સ (રમતોના સાધનો) બાળકો માટે જોખમી બની છે આ રાઇડ્સમાં બાળકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવ્યું નથી DivyaBhaskarએ બાળનગરીની મુલાકાત લીધી ત્યારે તેમાં ઉભી કરવામાં આવેલી રાઇડ્સમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો 20 ફૂટથી વધુ ઊંચો મંકી બ્રિજ બનાવ્યો છે જેના પરથી બાળકોને ચાલીને જવાનું હોય છે પરંતુ બાળકો માટે સેફટી બેલ્ટ કે હેલ્મેટની વ્યવસ્થા કરવામાં આવી નથી મંકી બ્રિજની 20 ફૂટની ઊંચાઈથી જો બાળક નીચે પડે તો તેને માથામાં તેમજ અન્ય ભાગે ગંભીર ઇજા થઇ શકે છે અને જિંદગી જોખમમાં મુકાઈ શકે છે જ્યારે ટાયર ચીમનીમાં પણ અંદરથી પસાર થઈ 10 ફૂટ ઉપરથી બાળકોને નીચે ઉતરવાનું હોય છે જેના માટે ટાયર નીચે કોઈ સેફ્ટીની વ્યવસ્થા નથી