સૂર્યગ્રહણ અને ધન રાશિમાં 6 ગ્રહોનો દુર્લભ સંયોગ બન્યો, 559 વર્ષ પછી આવો સંયોગ સર્જાયો

2019-12-26 8,668

આજે ગુરુવાર, 26 ડિસેમ્બર 2019ના રોજ સૂર્યગ્રહણ છે આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારત સિવાય આ ગ્રહણ એશિયાના કેટલાક દેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે ભારતમાં ગ્રહણકાળ 252 કલાકનો રહેશે સવારે 804 મિનિટે ગ્રહણ શરૂ થયું, 930 વાગ્યે ગ્રહણનો મધ્યકાળ રહ્યો અને સવારે 1056 વાગ્યે ગ્રહણ પૂરું થશે જ્યારે સૂર્યગ્રહણ થશે, ત્યારે ધન રાશિમાં એકસાથે 6 ગ્રહો ઉપસ્થિત રહેશે આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નેઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં પણ જોવા મળશે ત્યારબાદ સૂર્યગ્રહણ 21 જૂન 2020માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે 26 ડિસેમ્બરના સૂર્યગ્રહણ પછી એક રાશિમાં 6 ગ્રહોની સાથે સૂર્યગ્રહણનો યોગ 559 વર્ષ પછી 2578માં સર્જાશે

Videos similaires