નડિયાદઃમહુધાના અલીણાની ઇન્દીરાનગરીમાં આત્મવિલોપન મામલે અરજદારને લેવા ગયેલી પોલીસ પર સ્થાનિકોએ લાકડીઓ વડે હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી વણઉકેલ્યા પ્રશ્નના મામલે સ્થાનિક પ્રભુભાઇ કચ્છી દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન કર્યા બાદ મહુધા પીઆઇ દ્વારા તેને સાથે લેવા જતા પીઆઇને ધક્કે ચઢાવતા સાથી પોલીસ કર્મીઓ બચાવવા જતા સ્થાનિકોએ પોલીસ કર્મીઓ પર લાકડીઓથી હુમલો કરતા વાતવરણ તંગ બની ગયું હતું