પેટલાદ:પેટલાદના ભાટિએલ ગામમાં એક યુવક ટાવર પર ચઢી જતા લોકોની ભાગદોડ મચી ગઇ હતી પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક અસ્થિર મગજનો છે અને ગામની સીમાએ આવેલા ટાવર પર ચઢી ગયો હતો ઘટનાની જાણ થતા ગામના કેટલાક લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા સ્થળ પર ઉપસ્થિત કેટલાક લોકોએ યુવકનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આખરે યુવકને ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હાલમાં તેને પેટલાદ રૂરલ પોલીસ લઇ ગઇ છે