મૂળ ભારતીયોએ CAA-NCRનું સમર્થન કર્યું, કાયદા મામલે ભ્રમ દૂર કરવા લોકોએ રેલી કરી

2019-12-25 2,294

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોએ મંગળવારે મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NCR)નું સમર્થન કર્યું છે ભારતીય અમેરિકનોએ ઓહયો-હ્યૂસ્ટન સહિત ઘણાં શહેરોમાં રેલી કરી સીએએ અને એનસીઆર મામલે ખોટી માહિતી અને ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સંસદમાં નાગરિકતા કાયદો પાસ કર્યો છે તે અંતર્ગત 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમોને ભારતની નાગરિકતા આપવામાં આવે

રેલીના આયોજનકર્તાઓએ જણાવ્યું કે, સીએએ-એનસીઆરના સમર્થનમાં છેલ્લાં કેટલાક દિવસોથી રેલી કરવામાં આવી રહી છે સૌથી પહેલાં સિએટલના વિક્ટર સ્ટેનબ્રુક પાર્કમાં રેલી કરવામાં આવી હતી 20 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં ભારતીય એમ્બેસેડર સામે જ્યારે 22 ડિસેમ્બરે ઓસ્ટિનમાં આવેલા કેપિટલ બિલ્ડિંગ, ઓહયોના ટેડ કૈલ્ટેનબેક પાર્ક અને નોર્થ કેલોલાઈનાના નૈશ સ્ક્વેર પાર્કમાં રેલી કરવામાં આવી હતી તેમાં સીએએ-એનસીઆર વિશેની માહિતી લોકોને આપવામાં આવી હતી

Free Traffic Exchange

Videos similaires