સુરતઃ મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ નામના તરૂણની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જૈમિશનું સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુંમૃતક જૈમિશ એક છોકરી સાથે વાતચીત કરતો હોવાના રોષમાં છોકરીના પિતરાઈ ભાઈ જીગ્નેશ અને તેના સાથીઓએ જૈમિશની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી જીગ્નેશને ઝડપી પાડ્યો છેસીસીટીવીમાં તરૂણને રોડ પર દોડાવી-દોડાવી ચપ્પુના ઘા માર્યા હોવાનું કેદ થયું છે