હાલોલઃ હાલોલ તાલુકામાં ફતેપુરીમાં આવેલી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી થતા બાળકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે અને તાત્કાલિક અસરથી તેઓની બદલી રોકવા માંગ કરી છે ફતેપુરી પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈની બદલી થઈ જતા શાળાના વિદ્યાર્થીઓ રડી પડ્યા હતાહાલોલ તાલુકાના ફતેપુરી ગામમાં 1થી 8 ધોરણ ધરાવતી ફતેપુરી પ્રાથમિક શાળા આવેલી છે જેમાં વર્ષ-2015થી આચાર્ય તરીકે પાટીદાર મુકેશભાઈ મુળજીભાઈ ફરજ બજાવે છે