MS યુનિ.માં બેનર્સ લગાવવા બાબતે NSUI અને AGSG ગ્રુપ વચ્ચે ઘર્ષણ, ધક્કામુક્કી બાદ અફરાતફરી થઇ

2019-12-24 302

વડોદરા:એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એજીએસજીગ્રુપ આયોજીત મ્યુઝિકલ કાર્યક્રમ અંતર્ગત NSUI અને AGSG ગ્રુપ વચ્ચે બેનર્સ લગાવવા બાબતે મામલે ઘર્ષણ થયું હતું અને જોતજોતામાં જ ધક્કમુક્કી થતાં અફરાતફરી મચી ગઇ હતીવડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં આજે કોમર્સ ફેકલ્ટીમાં AGSG ગ્રુપ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત યુથ ફેસ્ટિવલના લોગોનું પણ અનાવરણ કરવામાં આવનાર હતું જોકે કાર્યક્રમ પહેલા જ બેનર્સને લઈ બખેડો ઉભો થયો હતો કાર્યક્રમ સ્થળે એફજીએસ કૃપલ પટેલના બેનર પર AGSG ગ્રુપે રાકેશ પંજાબીનું બેનર લગાવતા હોબાળો થયો હતો AGSG અને NSUIના સમર્થકો સામ-સામે આવી જતા ઘર્ષણ થયું હતું અને ધક્કામુક્કી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Videos similaires