વિરાટ કોહલી માટે શરીરે 16 ટેટૂ ચિતરાવ્યાં, જેમાં તેના રેકોર્ડ્સ અને જર્સીનો નંબર પણ છે

2019-12-24 536

ઓડિશાના બહરામપુરમાં કોન્ટ્રાક્ટર તરીકે ઓળખ ધરાવનાર 31 વર્ષીય પિંટૂ બેહેરાની દેશભરમાં વિરાટ કોહલીના જબરા ફેન તરીકે નવી ઓળખ ઊભી થઈ રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ તેમના શરીરે ચિતારાવેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટના ટેટૂઓના કારણે સતત ચર્ચાઓમાં પણ રહે છે પોતાને વિરાટનો જબરો ચાહક સાબિત કરવા માટે તેણે શરીર પર 16 ટેટૂ કરાવ્યાં છે આ ટેટૂમાં વિરાટ કોહલીના રેકાર્ડથી લઈને તેની જર્સીનો નંબર 18 પણ સામેલ છે પિંટૂના કહેવા મુજબ તેઓ ભારતની દરેક મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે ને ત્યાં સતત તેઓ વિરાટ કોહલીને ચિયર કરે છે
છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે એક બાદ એક ટેટૂ કરાવ્યા બાદ ગયા વર્ષે તેની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ હતી જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા હતા પિંટૂ માટે જ્યારે વિરાટે તેને ભેટી પડ્યો હતો તે ક્ષણ તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે

Videos similaires