દિલ્હીમાં 15 દિવસની અંદર આગની બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે કિરાડી વિસ્તારમાં ત્રણ માળના કાપડના ગોદામમાં આગ લાગવાથી 9 લોકોનાં મોત થયાં હતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં જ્યારે 6 લોકો સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા મૃતકોમાં 3 બાળકો પણ છેપોલીસે કહ્યું કે 24 વર્ષીય પૂજા નામની મહિલા તેની 3 વર્ષની પુત્રી આરાધ્યા અને 10 વર્ષની પુત્રી સૌમ્ય સાથે બાજુની ઇમારતમાંથી કૂદી પડતા તેમનો બચાવ થયો હતો આ આગ રવિવારે મોડી રાત્રે લાગી હતી તે સમયે મોટાભાગના લોકો સૂઈ રહ્યાં હતા ફાયરબ્રિગેડે મહામેહનતે આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટના સમયે આ ઇમારતના માલિક અને પૂજાના પતિ અમરનાથ ઝા હરિદ્વારમાં હતા આ ઇમારતના ભોયતળિયે કપડાનું ગોડાઉન હતું અને બાકીના માળનો ઉપયોગ રહેઠાણ તરીકે થતો હતો આ પહેલા 8 ડિસેમ્બરે દિલ્હીના અનાજમંડી વિસ્તારમાં 4 માળની ઇમારતમાં આગ લાગતા 43 લોકોના મોત થયા હતા