અમરેલીના ડભાળી જીરામાં સિંહે મજૂરને ફાડી ખાધો

2019-12-23 2,044

અમરેલી: દલખાણીયા રેન્જના ડભાળી જીરા વિસ્તારમાં ખેત મજૂર કુદરતી હાજતે ગયો હતો પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે તેના પર હુમલો કરી દૂર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું ઘટનાસ્થળે લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતાઘટનાની જાણ થતા જ વન વિભાગ દોડી ગયું છે અને તપાસ હાથ ધરી સિંહની શોધખોળ હાથ ધરી છે