ઊના:એસટી ડેપો પાછળ ગીની માર્કેટ પાસે આવેલા પીવીસી પાઇપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગ લાગતા પીવીસી પાઇપો અને ટાંકીઓ બળીને ખાખ થતા લાખોના નુકશાનનું અનુમાન છે સ્થાનિક વેપારીઓએ ફાયરબ્રિગેડને જાણ કરતા બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી