‘રામમંદિરના પુનનિર્માણના કારણે દેશની અસ્મિતા વધારે સ્પષ્ટ થઈ જશે હિન્દુઓનું જે ચિન્હ ધ્વસ્ત થયું હતું, તેનું ફરીથી નિર્માણ થવાથી સ્પષ્ટ થશે કે હિન્દુને કોઈ નહીં હરાવી શકે મુસલમાનોએ ગભરાવાની જરૂર નથી જો તેઓ ઘોરી- ગજનીને ન માને, તો એ લોકો પણ આપણા પરિવારની જેમ જ છે કારણ કે તેમનું જીન પણ હિન્દુ જ છે ’ભાસ્કર સાથેની વાતચીતમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ ટિપ્પણી કરી હતી તેમણે હિન્દુત્વ, મુસ્લમાન, રામ મંદિર, JNU, એક દેશ-એક ભાષા અંગે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજુ કર્યું હતું આ સાથે જ ઘણા કિસ્સાઓ પણ કહ્યા હતા સ્વામીએ દાવો કર્યો કે, 2જી એપ્રિલ 2020ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો આધારશિલા રખાશે