નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે સાંજે દિલ્હી ગેટ પર થયેલા પ્રદર્શન પછી મોડી રાતે પ્રદર્શનકારીઓએ પોલીસ હેડક્વાર્ટર બહાર દેખાવો કર્યો હતો દેખાવો શાંતિપૂર્ણ રહ્યો હતો તેમ છતા ઘટના સ્થળે મોટી માત્રામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી જ્યારે જામા મસ્જિદની બહાર શનિવારે વહેલી સવારે પોલીસે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની અટકાયત કરી હતી તેઓ પણ નાગરિકતા કાયદાના વિરોધમાં મસ્જિદમાં બેસીને ધરણા કરતા હતા