ભગવાનનું નામ જપ કરવામાં શ્રદ્ધા અતૂટ જાઈએ ઘરની અંદર તમે દિવો કરો તો પ્રકાશ – પ્રકાશ થઈ જાય છે તેમ હૃદયમાં ભગવાનના મંત્રનો જાપ કરવાથી પ્રકાશ થાય છે જગતની સમગ્ર જંજાળો નાશ પામે છે જાપ કરવાથી પાપ,તાપ અને સંતાપ નાશ પામે છેઆધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે
આપણે જેટલા ભગવાનને ભૂલીએ છે તેટલું જ દુઃખ આવે છે માટે અહોનિશ મંત્ર જાપ કરવો જાઈએ શ્રી સહજાનંદ સ્વામીએ આજથી ર૧૮ વર્ષ પહેલા સવંત્ ૧૮પ૮ માગશર વદ એકાદશીના રોજ ફરેણીમાં, પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પ્રસિધ્ધ કર્યું હતુંત્યારથી આ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાય જગમાં પ્રસિદ્ધ થયો