ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ કર્યો છે 2017માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું જુલાઈ 2019માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો આ અકસ્માતમાં પીડિતાની કાકી અને મોસીનું મોત થયું હતું પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સમાં દાખલ છે સેંગર પર આ અકસ્માત કરવવાનો પણ આરોપ લાગ્યો હતો, જોકે તપાસમાં તેને ક્લીનચીટ આપવામાં આવી હતી
કોર્ટે કહ્યું કે સેંગર એક નેતા હતા પરંતુ તેણે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો કોર્ટે પીડિતાને વળતર તરીકે 10 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે દોષી સેંગરે આ રકમ એક મહિનાની અંદર આપવાની રહેશે