19 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું દિવસભર બંધ શાંતિપૂર્ણ રહ્યો પણ સાંજે શાહઆલમ, મિરઝાપુર સહિતના વિસ્તારોમાં સુઆયોજિત ઢબે અચાનક હિંસા શરૂ થઈ હતી પથ્થરમારો, AMTSની બસની તોડફોડ તથા પોલીસ જવાનો પર હુમલાની ઘટનાઓ બની હતી જેમાં શહેરના ડીસીપી, એસીપી સહિત 19 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતા જેને પગલે આજે પણ પોલીસને સ્ટેન્ડ ટૂના આદેશ આપ્યો છે તેમજ પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી દીધી છે આજે પોલીસ જવાનો હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથેતૈનાત છે ગુરૂવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે 5 હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પીઆઈજેએમ સોલંકી ફરિયાદી બન્યા છે