ભાવનગરમાં વૃદ્ધના હાથ-પગ બાંધી મોઢે ડૂચો દઇ છરીના ઘા મારી હત્યા બાદ લૂંટ

2019-12-19 1,483

ભાવનગર:શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતાં વૃદ્ધ દિલીપભાઇ પટેલ (ઉવ60)ના હાથ-પગ બાંધી મોઢે ડૂચો મારી છરીનાં ઘા ઝીંકી ઠંડે કલેજે હત્યા કરી કબાટમાં રહેલી રોકડ તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારાઓ નાશી છૂટ્યા હતા બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો પોલીસે વૃદ્ધનો મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

વૃદ્ધ કલરની દુકાનમાં કામ કરતા હતા

કણબીવાડ વિસ્તારમાં લેઉવા પટેલની વાડીની બાજુમાં લાખાવાડમાં રહેતા દિલીપભાઇ તેના ઘરે એકલા જ રહે છે તેનાં પત્ની અને પુત્ર સુરત રહે છે જ્યારે પુત્રીનાં લગ્ન થઇ ગયા છે એકલા રહેતાં દિલીપભાઇ ઘરે સૂતા હતા ત્યારે ગત મોડીરાત્રે અથવા વહેલી સવારે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી દિલીપભાઇના મોઢે ડૂચો મારી હાથ-પગ દરોડાથી બાંધી દઇ છરી વડે તેના પર હુમલો કરી હત્યા કરી નાખી હતી ઘરમાં રહેલો કબાટ વેરવિખેર હોય હત્યાઓએ ઘરના કબાટમાંથી રોકડ-ઘરેણાની લૂંટ પણ ચલાવી હતી આ બનાવની આજે સવારે જાણ થતા જ સી ડિવીઝન પોલીસ, એલસીબીપોલીસ, એસઓજી, ડોગ સ્ક્વોડ, એફએલએસની ટીમ સહિતનો કાફલો તથા એસપી માહિપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા દિલીપભાઇ શહેરના ખારગેટ વિસ્તારમાં કલરની દુકાને કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires