સુરતના વરાછામાં આતંક મચાવનારી ભૂરી ડોન બુટલેગર બની, 215 બોટલ દારૂ સાથે ઝડપાઈ

2019-12-19 1

સુરતઃવરાછા વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતી ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલ દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ છેસરથાણા પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીત સાથે દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

31મીની પાર્ટી માટે દારૂ લવાતો હતો

સરથાણા જકાતનાકા પાસે અવધ વાઈસરોય મોલની પાછળ દાતાર હોટલની સામેથી પોલીસે બાતમીના આધારે નિલેશ રમેશ સાકરીયા રહે83 હસ્તીનાપુર સોસાયટી, કાપોદ્રા અને અસ્મિતા ઉર્ફે ભુરી જીલુભાઈ ગોહીલને સ્કોડા કારમાં ઝડપી લીધા હતાં ભૂરી અને તેના સાગરીત પાસેથી અઢી લાખની સ્કોડા રેપીડ ગાડી(નંબર જીજે 06 એફ કે 670)માંથી વગર પરમીટનો 215 નંગ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બે મોબાઈલ સાથે કુલ 2 લાખ 89 હજાર 040નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો પોલીસને આશંકા છે કે, નવા વર્ષની અને 31મી ડિસેમ્બરની પાર્ટીઓ માટે આ દારૂને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો હાલ પોલીસે બન્નેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભૂરી બુટલેગર બની ગઈ

વરાછા વિસ્તારમાં સ્થાનિકોને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો બતાવીને હપ્તા ઉઘરાવવાથી લઈને મારઝૂડ કરવાની સાથે બાઈક ઉભી રાખી રસ્તામાં ગાળાગાળી કરતી ભૂરી હવે બુટલેગર બની ગઈ હોય તેમ દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે
થોડા સમય પહેલાં દીવથી પકડાઈ હતી

ગત ઓગસ્ટ માસમાં ભુરીએ કાપોદ્રા નજીક સામાન્ય એક્સિડન્ટમાં રસ્તામાં એક વ્યક્તિ સાથે ગાળા ગાળી કરી હતી એ અગાઉ ગત જુલાઈ મહિનામાં ભૂરી ઉર્ફે અસ્મિતા તેના મિત્રો સાથે દીવમાં દંગલ કરતાં ઝડપાઈ હતી દીવના નાગવા બીચ પર ભૂરી અને તેનો સાથી મિત્ર પ્રકાશ બાંભણિયા ઉર્ફિ રાહુલ દીવના નાગવા બીચ ફરવા ગયા હતાજ્યાં ચેન્જિંગ રૂમ પાસે કોઈકને બબાલ થઈ હતીજેથી પોલીસ દોડી આવી અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતાં

જામીન પર છૂટી ફરી દંગલ કરવામાં માહિર

ભૂરીને 2018ની ધૂળેટી બાદ પ્રથમવાર વીડિયો વાયરલ થતાં ફરિયાદના આધારે ઝડપી લેવામાં આવી હતી ત્યારબાદ જામીન પર છૂટી ફરી દંગલ કરતાં જેલ ભેગી થઈ હતી જેમાં તેને પાસા પણ થયા હતાં દીવમાં દંગલ કરતા જેલમાં ધકેલાયેલી ભૂરી બાદમાં સુરતમાં રસ્તા પર બાખડતી દેખાઈ હતીહવે તેણી દારૂના કેસમાં ઝડપાઈ છે

ભૂરી કોણ છે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામની વતની ભૂરી 2015માં ઘરેથી ભાગી ગઈ હતીઘરમાં છ બહેનો અને એક ભાઈ છે પરંતુ માથાભારે અને ઘરેથી ભાગી જનાર ભૂરી સાથે હવે માતા પિતાને કોઈ જ સંબંધ નથી અને તે આવારાગીરી કરતાં દોસ્તો સાથે હવે જોહુકમી ચલાવે છે ભૂરી ડોન અગાઉ છ ગુનાઓમાં સુરત પોલીસના હાથે પકડાઈ ગઈ હતી

Videos similaires