અમદાવાદમાં બંધના એલાન દરમિયાન હિંસક પ્રદર્શનો થયા છે મિરઝાપુર અને શાહઆલમ વિસ્તારમાં તોફાની તત્ત્વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા આ પથ્થરમારામાંપોલીસ અને મીડિયાકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા છે ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા છે