હળવદ: આજે હળવદ-માળિયા કચ્છ હાઈવે રોડ પર ધનાળા પાટીયા પાસે વહેલી સવારે લોખંડની પાઈપ ભરેલું ટ્રેલર પલ્ટી મારી ગયુ હતું જેમાં ડ્રાઈવર અને ક્લિનર ટ્રેલર નીચે દબાયા હાત ત્યારે ત્યાંથી પસાર થતાં મોરબીના ઉઘોગપતિએ હાઈડ્રોલિક મશીન મંગાવીને ત્રણ કલાકની મહેનત બાદ બંનેને હેમખેમ બહાર કાઢીને જીવ બચાવ્યો હતો