રણમાં પ્રથમ વખત પહોંચી બસશાળા, અગરિયાઓના ભૂલકાંઓના શિક્ષણનો સૂરજ ઉગ્યો

2019-12-18 212

સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગાંધીનગરથી ક્રેન મંગાવી તમામ 16 બસશાળાને રણના વિવિધ વિસ્તારોમાં લઇ જવાતા મીઠું પકવતા અગરિયાના ભૂલકાંઓના ચહેરા પર ખુશીની લહેર દોડી જવા પામી હતી આઝાદી બાદ પ્રથમ વખત અગરિયાઓના ભૂલકાઓ માટે બસશાળા શરૂ કરાઈ છે આખું શૈક્ષણિક સત્ર પુરૂ થવાને માંડ 3-4 મહિના બાકી છે ત્યારે રણમાં બસ-શાળા ચાલુ ના કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાના 400થી વધુ ભૂલકાંઓ શિક્ષણથી વંચિત હોવાના તા15 ડિસેમ્બરના અહેવાલનો પ્રચંડ પડઘો પડ્યો છે
એસટીની ખખડધજ બસો મોડિફાઈ કરાઈ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતનો એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે એ માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવે છે ચાલુ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા જૂની ખખડધજ બની ગયેલી એસટી બસનું એન્જિન કાઢી લઇ એને મોડીફાય કરી એ અત્યાધુનિક બસશાળામાં અગરિયા ભૂલકાંઓને રણ બેઠા સરકારી શિક્ષક અને અગરિયા બાલ દોસ્ત દ્વારા શિક્ષણ આપવાની યોજના બનાવવામાં આવી હતી ત્યારે એક બાજુ ચાલુ વર્ષનું શૈક્ષણિક સત્ર પુરૂ થવાને હવે માંડ ત્રણથી ચાર મહિનાનો જ સમયગાળો બાકી છે અને શિક્ષણ વિભાગ દ્વારા હજી રણમાં બસશાળા ચાલુ ના કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓના 400થી વધુ ભૂલકાંઓ અભ્યાસથી સંપૂર્ણ વંચિત રહ્યાનો ઘાટ સર્જાયો હોવાનો તા 15 ડિસેમ્બરના દિવ્યભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ છપાયો હતો

Videos similaires