ઊંઝામાં પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ, ઉમિયાનગરનો ડ્રોનથી રાતનો નજારો

2019-12-18 3,108

આજે 18મી ડિસેમ્બરથી 5 દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે પાંચ દિવસ ચાલનારના લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવામાં છે ત્યારે 1000 વીઘા વિસ્તારમાં ઉમિયાનગરનું નિર્માણ કરાયું છે ત્યારે અહીં આખેઆખા નવનિર્મિત વિસ્તારમાં ભક્તો આસ્થા સાથે આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારનો રાતનો નજારો અદભૂત હોય છે ઉમિયાનગરમાં વિવિધ ડોમ અને યજ્ઞમંડપ બનાવાયા છે સાથે સાથે ઉમિયા માતાના મંદિર સહિત શહેરના અન્ય વિસ્તારોને રણ રંગબેરંગી લાઈટિંગથી ઝળહળતા કરાયા છે ત્યારે ઉમિયાનગરનું દ્રશ્ય આહલાદક લાગે છે આ નગરના રાતનો ડ્રોન વીડિયો DivyaBhaskar આપના માટે લાવ્યું છે