નાગરિક્તા કાયદા વિરુદ્ધ સમગ્ર દેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે દિલ્હીમાં જામીયા મિલીયા યુનિવર્સિટી સહિતના શિક્ષણ કેન્દ્રોમાં દિંસક વિરોધ કરી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે સંરક્ષણ કરતા પોલીસ જવાનને અસામાજીક બનેલા વિદ્યાર્થીઓએ પકડીને બેરહેમીથી ફટકાર્યા હતા આટલેથી ન અટકતા પોલીસકર્મીને પથ્થરો પણ માર્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે, આવા અરેરાટિભર્યા દ્રશ્યો જોનારના મનમાં એક પ્રશ્ન તો ચોક્કસ થાય કે શું આ લોકો ખરેખર માતા સરસ્વતીના ઉપાસકો છે કો બીજા કોઈ? ઉલ્લેખનીય છે કે મંગળવારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે