સિટી બસ સર્વિસનાં ડ્રાઈવરોનાં બેફામ ડ્રાઈવિંગ સામે ઘણા સવાલો ઉઠવા હતાં બાદમાં સિટી બસ સર્વિસમાં ફરજ બજાવતા કન્ડક્ટરો દ્વારા મુસાફરો પાસેથી ટિકિટનાં પૈસા લઈ ટિકિટ નહીં આપી કટકી કરાતી હોવાના વીડિયો પુરાવા સાથે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ પાલિકામાં રજૂઆત કરી હતી સાથે કંડક્ટર સપ્લાય કરતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની પણ માંગ કરી છેમેયરે આ બાબતે કોઈ જ જાતની ગેરરીતિ ચલાવ્યા વગર તપાસ કરીને કાયદેસરના પગલાં લેવાની વાત કરી હતી તો કંડક્ટરને સસ્પેન્ડ કરીને ફ્લાંઈગ સ્ક્વોર્ડને વધુ ચેકીંગ કરવા કહી દેવાયાનું એજન્સીએ કહ્યું હતું